GUJARAT , INDIA
ગુજરાત રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્ય કરનાર શિક્ષકોને માન્યતા આપવી અને તેમને ઉત્સાહિત કરવા એ હેતુસર “ગુજરાત સારસ્વત શિક્ષક સન્માન” કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.આ વર્ષે નોલેજ વેલી ફાઉન્ડેશન અને પ્રેરણા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા કાર્યક્રમ આયોજિત કરવામાં આવી રહ્યો છે. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ શિક્ષણ ક્ષેત્રે ઉમદા કામગીરી કરનાર શિક્ષકોને જાહેર મંચ પર સન્માનિત કરીને તેમના યોગદાનને માન્યતા આપવાનો છે. શિક્ષણક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનાર, વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં સહભાગી બનનાર તથા આધુનિક શિક્ષણ પદ્ધતિઓ અમલમાં મુકનાર શિક્ષકોને આ સન્માન માટે પસંદ કરવામાં આવશે.શિક્ષક માત્ર જ્ઞાન આપનાર નહિ, પરંતુ સમાજનું ઘડતર કરનાર હોય છે. તેથી તેમનું સન્માન અને પ્રોત્સાહન આપવું અત્યંત જરૂરી છે. આ કાર્યક્રમ શિક્ષકોના મૂલ્યવાન પ્રયાસોને ઓળખી તેમનું આદરપૂર્વક સન્માન કરી રહ્યું છે, જેનાથી તેમને નવી પ્રેરણા મળે છે અને અન્ય શિક્ષકો માટે પણ આ કાર્યક્રમ એક પ્રેરણારૂપ બની રહેશે. સમગ્ર શિક્ષણ વ્યવસ્થાપનમાં તેમજ ગુણવત્તા અને જવાબદારીમાં વધારો થાય છે.
ગુજરાત સારસ્વત શિક્ષક સન્માન કાર્યક્રમ
નોલેજ વેલી ફાઉન્ડેશન અને પ્રેરણા એજ્યુકેશન ટ્રસ્ટ શિક્ષણક્ષેત્રે કાયમી સમર્પિતતાથી કાર્યરત એવી બે પ્રતિષ્ઠિત સંસ્થાઓ, જેમનું ધ્યેય માત્ર શૈક્ષણિક જ્ઞાન પૂરું પાડવાનું નહીં, પણ સંસ્કાર, માનવીય મૂલ્યો અને સામાજિક જવાબદારીઓનો વિકાસ કરવાનું છે. ગુજરાતના શિક્ષણજગતમાં ગુણવત્તા, નવીનતા અને સમર્પણના પ્રેરક દ્રષ્ટાંતરૂપ એવા શ્રેષ્ઠ શિક્ષકોને ઓળખીને તેમને સ્ટેજ પર બોલાવી સન્માનિત કરીએ એ અમારું ગૌરવ છે. આ સન્માન તેમના શિક્ષણ જીવનમાં કરેલા ઉલ્લેખનીય કાર્ય, નિષ્ઠા અને શિક્ષણ પ્રત્યેના સમર્પણને ઉજાગર કરવાનું એક પાવન પગલું છે.
ટ્રસ્ટનો મક્કમ વિશ્વાસ છે કે આવા કાર્યક્રમો દ્વારા શિક્ષકોના યોગદાનને માન્યતા મળે અને નવી પેઢીમાં શિક્ષણ પ્રત્યે નવી ઉર્જારૂપી દૃષ્ટિ ઉભી થાય છે.
દ્રષ્ટિ (Vision):
શિક્ષકોમાં જ્ઞાન અને સંસ્કાર પ્રત્યે જવાબદારીની ભાવના વિકસાવીને તેમને પરિપક્વ નાગરિક તરીકેનું ઘડતર અને તેમનું ભવિષ્ય તેજસ્વી બનાવવું.
શિક્ષક એ સમાજનો સૌપ્રથમ માર્ગદર્શક છે. જ્ઞાન આપવાની સાથે સંસ્કાર અને માનવીય મૂલ્યોના સંચારની જવાબદારી પણ શિક્ષકની છે. નોલેજ વેલી ફાઉન્ડેશન અને પ્રેરણા એજ્યુકેશન ટ્રસ્ટનો મક્કમ વિશ્વાસ છે કે શિક્ષકોમાં જ્ઞાન સાથે સંસ્કાર પ્રત્યે જવાબદારીની ભાવના વિકસાવવી અત્યંત જરૂરી છે. આવા શિક્ષકો જ બાળકોમાં સકારાત્મક વિચારોનું બીજ રોપી શકે છે અને નવા ભારતના ઘડવૈયા બની શકે છે. આ દ્રષ્ટિકોણને કેન્દ્રમાં રાખી અમે શિક્ષકોને તાલીમ, પ્રોત્સાહન અને માન્યતા આપવા માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરીએ છીએ. તેમનું સર્વાંગી વિકાસ થાય, તેઓ સતત શીખતા રહે અને શિક્ષણ ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરે એજ અમારો પ્રયાસ છે.
શિક્ષણ ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરે એજ અમારો પ્રયાસ છે. શિક્ષક ઘડાશે તોજ સમાજનું ઘડતર થશે.
ગુજરાત સારસ્વત સન્માન
નોલેજ વેલી ફાઉન્ડેશન અને પ્રેરણા એજ્યુકેશન ટ્રસ્ટ એ માન્યતા ધરાવે છે કે સારો શિક્ષક માત્ર પાઠ્યપુસ્તકનું જ્ઞાન આપતો નથી, પરંતુ બાળકના વ્યક્તિત્વનું ઘડતર કરે છે. તે સંસ્કાર આપે છે, વિચારી શકવાની ક્ષમતા વિકસાવે છે અને વિદ્યાર્થીઓને સમાજમાં હકારાત્મક પરિવર્તન લાવવાના માર્ગે પ્રેરિત કરે છે. શિક્ષણ માત્ર શાળા કે વર્ગખંડ સુધી મર્યાદિત નથી, પરંતુ તે એક સાચા નાગરિકનું ઘડતર કરે છે. સારો શિક્ષક વિદ્યાર્થીઓમાં નૈતિકતા, પ્રમાણિકતા અને નવી વિચારશક્તિ વિકસાવે છે. આવા શિક્ષકો સમાજ માટે આશા ની કિરણ સમાન હોય છે. નોલેજ વેલી ફાઉન્ડેશન અને પ્રેરણા એજ્યુકેશન ટ્રસ્ટ એવા શિક્ષકોને પ્રેરણા રૂપી પ્રોત્સાહન આપી રહેલ છે, જે માત્ર ભણતરની સાથે, દિલ અને મન પર ગહેરી છાપ છોડે છે.
શિક્ષક પ્રતિસાદ
ગુજરાતના દરેક શિક્ષકને પ્રોત્સાહિત કરીને શિક્ષણ ક્ષેત્રમાં નવી ઉર્જા અને પ્રેરણા લાવવી, જેથી ગુજરાતનું શિક્ષણ સ્તર વધુ ઊંચું ઉઠે અને શિક્ષક-વિદ્યાર્થી સંબંધ વધુ મજબૂત બને.
“આ સંસ્થાએ મને માત્ર શિક્ષક તરીકે નહિ, પરંતુ એક નેતા તરીકે વિકસવા માટે પ્લેટફોર્મ આપ્યું. અહીં મળેલી માન્યતા અને સન્માનથી હું ખૂબ પ્રેરિત થઈ છું.”
શિક્ષિકા, અમદાવાદ
“વિદ્યાર્થીના ભવિષ્ય ઘડવાનું જે દાયિત્વ આપણા પર છે, તે માન્યતા મળવી એ ખૂબ આનંદદાયક અનુભવ છે. આ કાર્યક્રમ મારાં માટે જીવંત સ્મૃતિ બની રહેશે.”
શિક્ષક, રાજકોટ
Updates
પસંદગી પ્રક્રિયા:
દરેક જિલ્લામાંથી વિવિધ કેટેગરી અનુસાર શિક્ષકોની પસંદગી કરવામાં આવશે. પસંદગી માટે શિક્ષણ ક્ષેત્રે આપેલ યોગદાન, નવીન કાર્ય, વિદ્યાર્થીઓ પ્રત્યેની પ્રતિબદ્ધતા તથા સામાજિક ભાગીદારી જેવા માપદંડો ધ્યાને લેવામાં આવશે.સન્માન સ્વરૂપે આપવામાં આવશે:
પસંદ કરાયેલા શિક્ષકોને સમારંભ દરમ્યાન નીચે મુજબ સન્માન આપવામાં આવશે:પ્રમાણપત્ર: શિક્ષકના યોગદાનની સત્તાવાર માન્યતા તરીકે.
ફૂલમાળા અને આવકાર: સમારંભમાં વ્યક્તિગત સન્માન સાથે.
વિશેષ માન્યતાઓ:
કેટલાક વિશિષ્ટ શિક્ષકોને “પ્રેરણાસ્ત્રોત શિક્ષક સન્માન” અથવા “જીવનભરનું શિક્ષણ યોગદાન સન્માન” જેવા વિશેષ ખિતાબો પણ આપવામાં આવશે.